ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 6, 2024 7:46 પી એમ(PM) | રાષ્ટ્રપતિ

printer

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજે ફિજીના રાષ્ટ્રપતિ રતુ વિલિયામે મૈવાલી કેટોનિવરે સાથે દ્વીપક્ષિય બેઠક યોજી હતી.. બંને નેતાઓએ ભારત-ફિજી સંબંધોને વધુ ગાઢ બનાવવાની ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત પેસિફિક આઇલેન્ડ કન્ટ્રીઝ સાથે આપણા સંબંધો અને વિકાસ ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમાં ફિજી એક મહત્વપૂર્ણ ભાગીદાર છે.
સ્ટેટ હાઉસ ખાતે ફિજીના પ્રમુખે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને ફિજીનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર – કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજીનો એનાયત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મુએ ગત ફેબ્રુઆરીમાં ભારત દ્વ્રારા શરૂ કરાયેલા ‘સોલારાઇઝેશન ઓફ હેડ્સ ઓફ સ્ટેટ રેસિડન્સ’ પ્રોજેક્ટની પ્રગતિને પણ નિહાળી હતી,
ત્યાર પછીના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ ફિજીની સંસદને સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અને ફિજી બંનેમાં ઘણી સમાનતા છે, જેમાં જીવંત લોકશાહીઓનો પણ સમાવેશ થાય છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ ઉમેર્યું હતું કે, આબોહવામાં પરિવર્તન અને માનવ સંઘર્ષો જેવા બે વૈશ્વિક પડકારોને દૂર કરવા પર બંને દેશો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ કાર્યક્રમ બાદ ફિજીનાં પ્રધાનમંત્રી સિતીવેની રાબુકાએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વીપક્ષિય ઐતિહાસિક સંબંધોને આગળ વધારવા તથા બંને દેશો વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા સંમતિ વ્યક્ત કરી હતી.