એપ્રિલ 8, 2025 7:44 પી એમ(PM)

printer

ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

પોર્ટુગલની મુલાકાતના બીજા અને અંતિમ દિવસે, ભારતના રાષ્ટ્રપતિને એસેમ્બલીયા દા રિપબ્લિકામાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.રાષ્ટ્રપતિને ઔપચારિક ગુઆટડ ઓફ ઓનર મળ્યું અને એસેમ્બલીયા દા રિપબ્લિકાના રાષ્ટ્રપતિએ તેમનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ જોસ પેડ્રો એગુઆર-બ્રાન્કોએ પોર્ટુગલની એસેમ્બલીના સ્પીકર જોસ પેડ્રો એગુઆર-બ્રાન્કો સાથે વ્યક્તિગત મુલાકાત કરી.બંને નેતાઓએવિવિધ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો પણ યોજાઈ. રાષ્ટ્રપતિએ ચંપાલીમો ફાઉન્ડેશનની પણ મુલાકાત લીધી અને સંશોધકો સાથે વાતચીત કરી. રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ લિસ્બનમાં રાધાકૃષ્ણ મંદિરની પણ મુલાકાત લીધી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.