નવેમ્બર 9, 2024 6:36 પી એમ(PM) | billiard competition | ibsf | Pankaj Advani

printer

ભારતના પંકજ અડવાણીએ IBSF વિશ્વ બિલિયર્ડ સ્પર્ધાનો ખિતાબ જીત્યો

ભારતના પંકજ અડવાણીએ કતારમાં યોજાયેલી IBSF વિશ્વ બિલિયર્ડ સ્પર્ધાનો ખિતાબ જીતી લીધો છે. આજે રમાયેલી સ્પર્ધાની ફાઇનલમાં પંકજ અડવાણીએ ઇંગ્લેન્ડના રોબર્ટ હોલને પરાજ્ય આપ્યો હતો. ગઈકાલે રમાયેલી સેમિફાઇનલમાં અડવાણીએ ભારતના સૌરવ કોઠારીને 4-2 થી પરાજ્ય આપીને સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સૌરવ કોઠારીને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો.