ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે.ગ્રુપ Aમાં જર્મનીના ડાયમંડ લીગ ચેમ્પિયન જુલિયન વેબર, 2012 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા કેશોર્ન વોલકોટ, ચેક રિપબ્લિકના અનુભવી જેકબ વાડલેજ અને સાથી ભારતીય ખેલાડી સચિન યાદવ સાથે તે સ્પર્ધા કરશે. મેચ ભારતીય સમય મુજબ બપોરે 3.40 વાગ્યે શરૂ થશે.મહિલા ભાલા ફેંક સ્પર્ધામાં, એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતા અન્નુ રાની ભારતનું નેતૃત્વ કરશે. મહિલા ક્વોલિફાયર શુક્રવારે રમાશે જ્યારે ફાઇનલ શનિવારે સાંજે 5:35 વાગ્યે શરૂ થશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 8:42 એ એમ (AM)
ભારતના નીરજ ચોપરા આજે જાપાનના ટોક્યોમાં યોજાનારી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ભાલા ફેંક સ્પર્ધામાં ભાગ લેશે
