ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2025 9:30 એ એમ (AM)

printer

ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે-કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ

કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું, ભારતના દરિયાઈ ક્ષેત્રનું નોંધપાત્ર ગતિશીલતા સાથે વિસ્તરણ થઈ રહ્યું છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડિયા મૅરિટાઈમ વિક 2025ની પ્રારંભિક પહેલ “ઍમ્બેસેડર્સ રાઉન્ડટૅબલ”ને સંબોધતા શ્રી સોનોવાલે કહ્યું, સરકાર માત્ર દેશના વિકાસ માટે જ નહીં, પણ વૈશ્વિક વિકાસ અને પૂરવઠા શ્રેણી સ્થિતિ-સ્થાપકતા માટે પણ ક્ષમતા નિર્માણ કરી રહી છે.
શ્રી સોનોવાલે કહ્યું, મંત્રાલય બંદર માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા, દરિયાકાંઠાના શિપિંગને પ્રોત્સાહન આપવા અને આંતર-રાષ્ટ્રીય સહકારને વિસ્તૃત કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ભાગીદાર દેશના રાજદૂત અને ઉચ્ચાયુક્તો સાથે દરિયાઈ જોડાણ, જહાજ નિર્માણ, લોજિસ્ટિક્સ અને દરિયાઈ ટેકનોલોજીને મજબૂત બનાવવા પર વાતચીત કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.