જાન્યુઆરી 30, 2025 9:41 એ એમ (AM)

printer

ભારતના ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજ્કન ઝી ખાતે 2025 ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે

ભારતના ડી. ગુકેશે નેધરલેન્ડ્સના વિજ્કન ઝી ખાતે 2025 ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. તેણે ગઈકાલે રાત્રે
રાઉન્ડ 10 માં ડચના ગ્રાન્ડમાસ્ટર મેક્સ વોર્મરડેમને હરાવીને માસ્ટર્સ કેટેગરીમાં પોતાની સરસાઇ યથાવત રાખી છે.
ડી.ગુકેશે પીર્ક ડિફેન્સનો ઉપયોગ કર્યો અને વોર્મરડેમની એક મહત્વપૂર્ણ ભૂલનો લાભ ઉઠાવીને 27 મી ચાલ પર વિજય મેળવ્યો.
સૌથી નાની ઉંમરના વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા પછી આ ડી.ગુકેશની પહેલી ટુર્નામેન્ટ છે. અગાઉ, રાઉન્ડ 9 માં, તેણે સ્પેનિશ ઓપનિંગમાં લિયોન લ્યુક મેન્ડોન્કાને હરાવીને લીડ મેળવી હતી..