ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 2:18 પી એમ(PM)

printer

ભારતના ડિજિટલ પાયાના માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ :માહિતી અને પ્રસારણ મંત્રાલય

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં ક્લાઉડ કમ્પ્યૂટિન્ગ, કૃત્રિમ બુદ્ધિમત્તા- A.I. અને ડિજિટલ તંત્રમાં નવીનતાઓ દ્વારા સંચાલિત ભારતની વિકસિત ડિજિટલ અર્થવ્યવસ્થાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ભારતના ડિજિટલ પાયાના માળખામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અત્યાર સુધી 138 કરોડ 34 લાખ આધાર સંખ્યાઓ બનાવવામાં આવી છે. જ્યારે ડિજિલૉકર પ્લેટફૉર્મ પર અંદાજે 37 કરોડ ઉપયોગકર્તાઓના 776 કરોડ દસ્તાવેજ સંગ્રહિત કરાયા છે. જ્યારે દીક્ષા શિક્ષા પ્લેટફૉર્મે 17 કરોડ 95 લાખ અભ્યાસક્રમ નામાંકન અને 14 કરોડ 37 લાખ પૂર્ણતાની સાથે 556 કરોડ 37 લાખ શિક્ષણસત્રોની સુવિધા પૂરી પાડી છે.
ભારતનું ડેટા સેન્ટર ઉદ્યોગ ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. દિલ્હી, પુણે, ભુવનેશ્વર અને હૈદરાબાદમાં રાષ્ટ્રીય ડેટા કેન્દ્ર સરકારી કાર્યો માટે ક્લઉડ સેવાઓ અને આપદા પુનઃપ્રાપ્તિ પૂરી પાડે છે. 300થી વધુ સરકારી વિભાગ હવે ક્લાઉડ સેવાઓનો ઉપયોગ કરે છે. સરકારી ઈ-બજાર, ઉમંગ, એપીઆઈ સેતુ, કૉવિન અને આરોગ્ય સેતુ જેવા પ્લેટફૉર્મ ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ વધારી રહ્યા છે. તેમજ જાહેર સેવાઓ અને શાસનમાં ફેરફાર કરી રહ્યું છે.