વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) 2025માં ભારત ચેમ્પિયન અને પાકિસ્તાન ચેમ્પિયન વચ્ચેની ક્રિકેટ મેચ રદ કરવામાં આવી છે. સરહદ પારના આતંકવાદને કારણે પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આયોજકોને ટિતાઓનો સામનો કરવો પડતા મેચ રદ કરવામાં આવી હતી.
એક જાહેર નિવેદનમાં, ડબ્લ્યુસીએલ લીગે ચાહકોની લાગણીઓને ઠેસ પહોંચાડવા અને ભારતીય ક્રિકેટ દિગ્ગજોને થયેલી મુશ્કેલી બદલ માફી માંગી હતી. સુરેશ રૈના, શિખર ધવન અને અન્ય અનુભવી ખેલાડીઓએ પણ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કરી દીધો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અગાઉ આજે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે યોજાવાની હતી. મેચ રદ થયા પછી, એજબેસ્ટન સ્ટેડિયમએ જાહેરાત કરી હતી કે તમામ ટિકિટ ધારકોને સંપૂર્ણ રિફંડ મળશે.
Site Admin | જુલાઇ 20, 2025 1:24 પી એમ(PM)
ભારતના ટોચના પૂર્વ ક્રિકેટરોએ રમવાનો ઇન્કાર કરતાં એજબેસ્ટન ખાતે આજે રમાનારી વર્લ્ડ ચેમ્પિયન્સ ઓફ લિજેન્ડની પાકિસ્તાન સામેની આજની મેચ રદ
