ફેબ્રુવારી 12, 2025 10:25 એ એમ (AM)

printer

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગઈકાલે રાત્રે કહ્યું કે બુમરાહના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી એક દિવસીય ક્રિકેટ શ્રેણીમાં, રાણાએ બે મેચમાં ચાર વિકેટ ખેરવી હતી. યશસ્વી જયસ્વાલના સ્થાને સ્પિનર વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેને વિકલ્પો તરીકે રાખવામાં આવ્યા છે અને જરૂર પડ્યે તેઓ દુબઈ જશે.