ભારતના જુનિયર મુક્કેબાજોએ ચીનના ઝિંજિયાંગમાં યોજાયેલી ત્રીજા “બેલ્ટ એન્ડ રોડ” આંતરરાષ્ટ્રીય યુવા બોક્સિંગ ગાલા – અંડર-૧૭/અંડર-૧૯/અંડર-૨૩ આનતરરાષ્ટ્રીય ટ્રેનિંગ કેમ્પ અને ટુર્નામેન્ટમાં કુલ 26 ચંદ્રકો જીત્યા, જેમાં સાત સુવર્ણ, સાત રજત અને 12 કાંસ્યચંદ્રકોનો સમાવેશ થાય છે.
જેમાં છોકરીઓની ટીમે.પાંચ સુવર્ણ, પાંચ રજત અને 6 કાંસ્ય ચંદ્રકો જીત્યા.
છોકરાઓની કેટેગરીમાં બે સુવર્ણ, બે રજત અને છ કાંસ્યચંદ્રકો જીત્યા.
ભારતે 20 છોકરાઓ અને 20 છોકરીઓની 58 સભ્યોની ટુકડી મોકલી, જેમાં 12 કોચ, પાંચ સપોર્ટ સ્ટાફ અને એક રેફરી અને જજનો સમાવેશ થાય છે.
Site Admin | ઓગસ્ટ 30, 2025 2:25 પી એમ(PM)
ભારતના જુનિયર મુક્કેબાજોએ ચીનમાં આંતરરાષ્ટ્રીય યુવા બોક્સિંગ ગાલા ટુર્નામેન્ટમાં સાત સુવર્ણ, સાત રજત અને 12 કાંસ્ય ચંદ્રકો સાથે 26 ચંદ્રકો જીત્યા.
