ચૂંટણી પંચે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ સ્તરના અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવા અને મતદારોને અનુકુળ મતદાર કાપલી બનાવવા ત્રણ નવી પહેલ શરૂ કરી છે.ચૂંટણી પંચ મૃત્યુ નોંધણીની વિગતો ભારતના રજીસ્ટ્રાર જનરલ પાસેથી મેળવશે. મતદાર યાદીમાં પોતાનું નામ શોધવામાં સરળતા રહે તે માટે મતદારકાપલીની ડિઝાઈનમાં ફેરફાર કરાશે. જેમાં મતદારનો સીરિયલ નંબર અને પાર્ટ નંબરને વધુ મોટા ફોન્ટમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે. જ્યારે મતદાર નોંધણી અધિકારી દ્વારા નિયુક્ત પ્રત્યેક બૂથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર આપવામાં આવશે.
Site Admin | મે 1, 2025 7:13 પી એમ(PM)
ભારતના ચૂંટણી પંચ દ્વારા ત્રણ નવી પહેલ
