ઓગસ્ટ 9, 2024 2:32 પી એમ(PM) | ચૂંટણી

printer

ભારતના ચૂંટણી પંચે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની બે દિવસીય સમીક્ષા શરૂ કરી

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરમાં ટૂંક સમયમાં યોજનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના વડપણ હેઠળ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ડૉ એસ. એસ સંધુ જમ્મૂ કાશ્મીરની મુલાકાતે છે. આજે તેઓ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સાથે બેઠક કરશે. જે બાદ તેઓ અમલીકરણ એજન્સીઓ સાથે સમીક્ષા માટે જમ્મુ જશે અને ઉપરાંત આ વિશે પત્રકારો સાથે વાત કરશે