એથ્લેટિક્સમાં, ભારતના ગુલવીર સિંહે દક્ષિણ કોરિયાના ગુમીમાં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોની 10 હજાર મીટર દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તેણે 28 મિનિટ, 38.63 સેકન્ડનો સમયમાં દોડ પૂર્ણ કરી ટોચનું સ્થાન મેળવ્યું છે. અગાઉ, સર્વિન સેબાસ્થિયને એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની મેડલ ટેલીમાં ખાતું ખોલાવ્યું હતું. સર્વિને આજે પુરુષોની 20 કિલોમીટર રેસ વોકમાં 1 કલાક, 21 મિનિટ અને 13.6 સેકન્ડમાં સમય દોડ પૂર્ણ કરી કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
Site Admin | મે 27, 2025 7:51 પી એમ(PM)
ભારતના ગુલવીર સિંઘે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો
