ભારતના કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે જ્યોર્જિયાના બાટુમીમાં આજે મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલની ટાઈબ્રેકર મેચ રમાશે. ગઇકાલે બંને વચ્ચેની પહેલી બે મેચ ડ્રો રહી, જેના કારણે વિજેતા નક્કી કરવા આજે ટાઇબ્રેકર રમાશે. જે ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.ટાઈબ્રેકરમાં દસ મિનિટની બે રેપિડ મેચ હશે. જો રેપિડમાં પણ પોઈન્ટ સમાન રહેશે, તો પાંચ મિનિટની વધુ બે મેચ રમાશે. આ પછી પણ, જો મેચ ડ્રો રહે છે, તો ત્રણ મિનિટની બે બ્લિટ્ઝ મેચ રમાશે.
Site Admin | જુલાઇ 28, 2025 9:24 એ એમ (AM)
ભારતના કોનેરુ હમ્પી અને દિવ્યા દેશમુખ વચ્ચે જ્યોર્જિયાના બાટુમીમાં આજે મહિલા ચેસ વિશ્વ કપની ફાઇનલની ટાઈબ્રેકર મેચ
