ભારતના કિદામ્બી શ્રીકાંત કેનેડા ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ચાઇનીઝ તાઇપેઈના વિશ્વના છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી ચાઉ ટિયેન ચેનને 21-18, 21-9 થી હરાવ્યો હતો. શ્રીકાંતનો મુકાબલો આજે રાત્રે ત્રીજા ક્રમાંકિત જાપાનના કેન્ટા નિશિમોટો સાથે થશે.
નિશિમોટોએ રસાકસીભર્યા મુકાબલામાં ભારતના શંકર મુથુસામીને 21-15, 5-21, 21-17 ના હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
મહિલા સિંગલ્સમાં ભારતની શ્રીયાંશી વાલિશેટ્ટીનો ડેનમાર્કની અમાલે શુલ્ઝ સામે પરાજય થયો છે
Site Admin | જુલાઇ 5, 2025 2:09 પી એમ(PM)
ભારતના કિદામ્બી શ્રીકાંત કેનેડા ઓપન સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યો
