શ્રીલંકામાં આવેલી કુદરતી આપત્તિમાં 486 લોકોના મોત અને 341 લોકો ગુમ થયા છે. 51 હજારથી વધુ પરિવારોના એક લાખ 71 હજારથી વધુ લોકો વિસ્થાપિત છે અને દેશભરમાં એક હજાર 231 રાહત કેન્દ્રોમાં આશ્રય પામે છે.સતત મુશ્કેલીઓ વચ્ચે, ભારતના ઓપરેશન સાગર બંધુને વિસ્તારવામાં આવ્યું છે. ફસાયેલા પીડિતોને એરલિફ્ટ કરીને, તબીબી સહાય પૂરી પાડીને મદદ કરવાના ભારતના પ્રયાસો ચાલી રહ્યા છે.ચક્રવાત દિત્વાને કારણે શ્રીલંકા દાયકાઓમાં સૌથી ખરાબ વિનાશનો સામનો કરી રહ્યું છે, ત્યારે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સાગર બંધુને કારણે ફસાયેલા શ્રીલંકાના નાગરિકોને નવજીવન મળી રહ્યું છે. આ અભિયાન હેઠળ IAF હેલિકોપ્ટર ફસાયેલા લોકોને સલામત સ્થળે પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે, જ્યારે એન્જિનિયરિંગ ટીમો ઝડપથી તૈનાત કરી શકાય તેવા બેઇલી બ્રિજનો ઉપયોગ કરીને મહત્વપૂર્ણ લિંક્સ ફરીથી બનાવવા માટે દોડધામ કરી રહી છે.અત્યાર સુધીમાં ભારતે ત્રણ ઝડપથી તૈનાત કરી શકાય તેવા પુલ મોકલ્યા છે જે નાશ પામેલા પુલોને કારણે કનેક્ટિવિટી સ્થાપિત કરવામાં મદદ કરશે. આરોગ્ય સેવા પણ બહાલ કરવાના પ્રયાસ આદરવામાં આવ્યાં છે.
Site Admin | ડિસેમ્બર 5, 2025 10:04 એ એમ (AM)
ભારતના ઓપરેશન સાગરબંધુ અંતર્ગત ફસાયેલા પીડિતોને તબીબી સહાય પૂરી પાડીને મદદ કરવાના ભારતના પ્રયાસો ચાલી રહ્યા છે