નવેમ્બર 2, 2024 9:22 એ એમ (AM)

printer

ભારતના આયુષ શેટ્ટી અને માલવિકા બંસોડ આજે સાંજે જર્મનીના સારબ્રુકનમાં હાઇલો ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં રમશે

ભારતના આયુષ શેટ્ટી અને માલવિકા બંસોડ આજે સાંજે જર્મનીના સારબ્રુકનમાં હાઇલો ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં રમશે.
મહિલા સિંગલ્સ વર્ગની સેમી ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત માલવિકા બંસોડનો મુકાબલો ડેનમાર્કની જુલી દાવલ જેકબસેન સાથે થશે, જ્યારે આયુષ શેટ્ટી પુરુષ સિંગલ્સની સેમી ફાઇનલમાં ફ્રાન્સના ક્રિસ્ટો પોપોવ સામે ટકરાશે.
અગાઉ, માલવિકાએ ક્વાર્ટર ફાઇનલમાં વિયેતનામની ન્ગુયેન થુય લિન્હને 21-15, 21-17થી પરાજય આપ્યો હતો. જ્યારે આયુષે ફિનલેન્ડના કલ્લે કોલજોનેનને 21-18, 21-18થી હરાવીને પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.