સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, ભારતના આત્મનિર્ભર અભિયાનના અપેક્ષિત પરિણામ મળી રહ્યા છે અને વર્ષ 2029-30 સુધી દેશની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન કાનપુરના 65મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા શ્રી સિંહે પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં સ્વદેશી ટેક્નૉલોજી ક્ષમતાને વિકસાવવા યુવાનોને આહ્વાન કર્યું હતું.
સંરક્ષણ મંત્રીએ યુવા ઇજનેરોને પોતાની ક્ષમતાનો ઉપયોગ કરીને આધુનિક ટેક્નૉલોજી વિકસિત કરવા અને દેશના વિકાસમાં યોગદાન આપવા પણ આહ્વાન કર્યું હતું. શ્રી સિંહે કહ્યું કે, આઈ.આઈ.ટી. કાનપુર જેવી સંસ્થાન સ્વદેશી ટેક્નૉલોજી ક્ષમતાને પ્રોત્સાહન આપવામાં સક્ષમ છે. શ્રી સિંહે ઉમેર્યું કે, દસ વર્ષ પહેલા દેશની સંરક્ષણ નિકાસ લગભગ 600 કરોડ રૂપિયા હતી, જે આજે 21 હજાર કરોડ રૂપિયાને પાર પહોંચી છે.
Site Admin | નવેમ્બર 3, 2024 9:41 એ એમ (AM)
ભારતના આત્મનિર્ભર અભિયાનના અપેક્ષિત પરિણામ મળી રહ્યા છે અને વર્ષ 2029-30 સુધી દેશની સંરક્ષણ નિકાસ 50 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચવાની શક્યતા છે. – સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ
