નવેમ્બર 3, 2024 9:44 એ એમ (AM)

printer

ભારતનાં માલવિકા બંસોડ ડેન્માર્કનાં જૂલિ ડાવલ જેકબસેનને હરાવીને હાયલો ઑપન બેડમિન્ટન સ્પર્ધાના મહિલા સિંગલ્સ ફાઈનલમાં પહોંચ્યાં

ભારતનાં માલવિકા બંસોડ ડેન્માર્કનાં જૂલિ ડાવલ જેકબસેનને હરાવીને હાયલો ઑપન બેડમિન્ટન સ્પર્ધાના મહિલા સિંગલ્સ ફાઈનલમાં પહોંચ્યાં છે. ફાઈનલમાં આજે તેઓ ડેન્માર્કના સાતમા ક્રમાંકિત ખેલાડી મિયાબ્લિચફેલ્ટ સામે રમશે. વર્ષ 2022માં સૈયદ મોડી આંતરરાષ્ટ્રીય B.W.F. સુપર 300 સ્પર્ધામાં પી.વી. સિંધુ સામે પરાજિત થઈને ઉપ-વિજેતા રહ્યા બાદ વિશ્વ બેડમિન્ટન સંઘના વિશ્વ પ્રવાસમાં માલવિકા બંસોડ આજે બીજી વાર ફાઈનલમાં રમશે.