ભારતની તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. નોર્ધન મારિયાના દ્વીપસમૂહમાં ગઈકાલે ફાઇનલમાં તાન્યાએ જાપાનની કાનાએ સકાઈને પરાજય આપ્યો હતો.
આ ટાઇટલ તાન્યાનું આ વર્ષનું પહેલું અને તેની કારકિર્દીનું ચોથું આંતરરાષ્ટ્રીય ચેલેન્જ ટાઇટલ છે. આ અગાઉ તાન્યાએ 2022માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ, 2023માં ઇરાન ફજ્ર ઇન્ટરનેશનલ અને ગયા વર્ષે બેન્ડિગો ઇન્ટરનેશનલ જીત્યું હતું. તે ગયા વર્ષે અઝરબૈજાન ઇન્ટરનેશનલમાં રનર-અપ પણ રહી હતી.
Site Admin | ઓગસ્ટ 17, 2025 7:47 એ એમ (AM)
ભારતનાં તાન્યા હેમંતે સાઇપન ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટનો મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું
