ભારતનાં અરુંધતિ ચૌધરી વિશ્વ મુક્કેબાજી કપમાં 70 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં પહોંચ્યાં છે. ગ્રૅટર નોયડામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે સૅમિ-ફાઈનલમાં જર્મનીનાં લિયોની મુલરને હરાવ્યાં. અરુંધતિ ચૌધરી સિવાય મિનાક્ષી, અંકુશ પંઘાલ, પ્રવીણ અને નુપૂરે પણ ભવ્ય જીત મેળવી ફાઈનલમાં જગ્યા બનાવી છે.
મિનાક્ષીએ 48 કિલો વજન વર્ગમાં કૉરિયાનાં બક ચૉ-રૉન્ગને, અંકુશ પંઘાલે 80 કિલો વજન વર્ગમાં ઑસ્ટ્રેલિયાના માર્લન સેવેહૉનને પાંચ શૂન્યથી હરાવ્યા. જ્યારે નુપૂરે 80 કિલોથી વધુના વજન વર્ગમાં યુક્રેનનાં મારિયા લૉવ-ચિન્સ્કાને હરાવ્યાં. તો પ્રવીણ હુડ્ડાએ 60 કિલો વજન વર્ગમાં વિશ્વકપનાં રજત ચંદ્રક વિજેતાં પૉલેન્ડનાં રાઈ-ગેલ્સ્કા ઍનેટાને રસાકસીભર્યા મુકાબલામાં ત્રણ-બેથી હરાવ્યાં.
Site Admin | નવેમ્બર 19, 2025 7:51 પી એમ(PM)
ભારતનાં અરુંધતિ ચૌધરી વિશ્વમુક્કેબાજી કપમાં 70 કિલો વજન વર્ગમાં ફાઈનલમાં પહોંચ્યાં