ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6થી સાડા 6 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે સવારે સાડા 6 વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરાશે. બપોરે સાડા 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દર્શન, સાંજે સાતથી સાડા 7 વાગ્યા સુધી આરતી, સાડા સાતથી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. આગામી 19 સપ્ટેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેવાનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાદીમાં જણાવ્યું છે..
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 7:42 પી એમ(PM)
ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો
