માર્ચ 9, 2025 3:04 પી એમ(PM)

printer

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો ડાંગ દરબાર મેળાનો આજથી આરંભ થયો છે. ડાંગ જિલ્લા કલેકટર કચેરીના પટાંગણથી ડાંગના પાંચ રાજવીશ્રીઓનું સન્માન કરી બગીમાં બેસાડી નગર ભ્રમણ કરાયું. આ રથનું મંત્રી કુંવરજી હળપતિ, સાંસદ ધવલ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજય પટેલે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે આજથી ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાશે.