ઓક્ટોબર 23, 2025 7:53 પી એમ(PM)

printer

ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદમાં પ્રધાનમંત્રીએ કહ્યું, દેશના વિકાસમાં બિહાર ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશ હાલ ઝડપી વિકાસ જોઈ રહ્યો છે અને બિહાર આ યાત્રામાં ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહ્યું છે. આજે સાંજે ‘મેરા બૂથ સબસે મજબૂત’ કાર્યક્રમ હેઠળ ભાજપ-NDAના કાર્યકર્તાઓ સાથે વર્ચ્યૂઅલી સંવાદ કરતા શ્રી મોદીએ કહ્યું, કેન્દ્ર અને બિહાર બંનેમાં સ્થિર સરકાર હોવાથી દેશ અને બિહારમાં વિકાસકાર્ય થઈ રહ્યા છે. તેમણે કહ્યું, જ્યારે સ્થિરતા હોય છે, ત્યારે વિકાસ ઝડપી બને છે.
પ્રધાનમંત્રીએ બિહાર ફરીથી રાજ્યમાં NDA સરકાર લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે શ્રીરામ મંદિર અને ઑપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ કહ્યું, દેશ ઝડપથી નક્સલવાદથી મુક્તિ તરફ આગળ વધી રહ્યો છે.