ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો – સંકલ્પપત્ર જાહેર કરશે. શ્રી શાહ આજે ઘાટશિલાના ધાલભૂમગઢ, હજારીબાગના બરકઠ્ઠા અને ચતરાના સિમરિયામાં ત્રણ ચૂંટણી સભા પણ સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઝારખંડના 2 દિવસના પ્રવાસ પર ગઈકાલે રાત્ર રાંચી પહોંચ્યા છે. તેઓ પક્ષના નેતાઓ સાથે ચૂંટણી અંગેની તૈયારીની પણ સમીક્ષા કરશે.
Site Admin | નવેમ્બર 3, 2024 9:35 એ એમ (AM)
ભાજપ વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો – સંકલ્પપત્ર જાહેર કરશે
