ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં 227 માંથી 118 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 2 હજાર 869 બેઠકોમાંથી 2 હજાર 784 બેઠકોના પરિણામો જાહેર કર્યા. ભારતીય જનતા પાર્ટી (BJP) 1 હજાર 372 બેઠકો જીતીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ NDAની જીત બદલ મહારાષ્ટ્રના લોકોનો આભાર માન્યો છે.
Site Admin | જાન્યુઆરી 17, 2026 9:28 એ એમ (AM)
ભાજપ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી