ઓક્ટોબર 9, 2024 9:43 એ એમ (AM) | હરિયાણા

printer

ભાજપે સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે

હરિયાણા અને જમ્મૂ કાશ્મીર ચૂંટણી માટે મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે.ચૂંટણી પંચના અહેવાલ અનુસાર ભારતીય જનતા પાર્ટી 90 સભ્યોની હરિયાણા વિધાનસભામાં બહુમતીનો આંકડો પાર કરી ગઈ છે. ભાજપે સતત ત્રીજી વખત હરિયાણામાં સત્તા જાળવી રાખી છે.દરમિયાન, નેશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે. તેણે 90 સભ્યોની વિધાનસભામાંથી 48 બેઠકો મેળવી છે.હરિયાણામાં ભાજપે 48 વિધાનસભા બેઠકો જીતી છે,જ્યારે કૉંગ્રેસે 31 બઠકો, તો ભારતીય રાષ્ટ્રીય લોકદળને બે બેઠકો મળી છે.ત્રણ વિધાનસભા બેઠક પર અપક્ષ વિજયી થયા છે.ભાજપ નેતા અને મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ લાડવા બેઠક પરથી 16 હજારથી વધુ મતોથી જીત નોંધાવી છે.રાજ્યના મંત્રી અનિલ વિજે અંબાલા કેન્ટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ચિત્રા સરવરાને હરાવ્યા છે.કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાએ રોહતકની ગઢી સાંપલા કિલોઈ બેઠક 71,000 થી વધુ મતોથી જીતી હતી.કોંગ્રેસ તરફથી કુસ્તીબાજ વિનેશ ફોગાટ જુલાના મતવિસ્તારમાંથી જીતી ગયા છે.જમ્મુ અને કાશ્મીરમાં તમામ 90 બેઠકોના પરિણામ જાહેર થયા છે.જેમાં નેશનલ કૉન્ફરન્સે 42 બેઠકો જીતી હતી, જ્યારે તેના સહયોગી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 6 બેઠકો મળી હતી.ભારતીય જનતા પાર્ટીને 29 બેઠકો મળી છે.જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ ત્રણ બેઠકો જીતી છે.જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કૉન્ફરન્સ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા (માર્કસવાદી) અને આમ આદમી પાર્ટીને એક-એક સીટ મળી છે.કેન્દ્રશાસિત પ્રદેશમાં અપક્ષોએ સાત બેઠકો જીતી છે.