ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સંસદના ચોમાસુ સત્ર પહેલા ઈન્ડિયા ગઠબંધનમાં મતભેદો અને વિભાજન સ્પષ્ટપણે દેખાય છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં એક પ્રશ્નનો જવાબ આપતા, ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે તે વિપક્ષી ગઠબંધનનો ભાગ નથી. તેમણે વિપક્ષને સંસદના આગામી સત્રનો સકારાત્મક અને ઉત્પાદક રીતે ઉપયોગ કરવા વિનંતી કરી.
શ્રી ત્રિવેદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પોસ્ટની પણ ટીકા કરી હતી જેમાં પ્રર્વતન નિદેશાલય- ED એ તેમના સાળા રોબર્ટ વાડ્રા સામે મની લોન્ડરિંગ મામલે કેસ નોંધ્યો હતો. ભાજપના પ્રવક્તાએ સવાલ કર્યો કે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર આ નિવેદન વ્યક્તિગત આપ્યું છે કે વિપક્ષના નેતા તરીકે, જે એક બંધારણીય પદ છે. શ્રી ત્રિવેદીએ આરોપ લગાવ્યો કે શ્રી ગાંધીએ તેમના પરિવારના ખોટા કાર્યોને ઢાંકવા માટે વિપક્ષના નેતા તરીકેના તેમના પદનો દુરુપયોગ કર્યો.
Site Admin | જુલાઇ 19, 2025 7:44 પી એમ(PM)
ભાજપે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે સંસદના ચોમાસુ સત્ર પહેલા ઈન્ડી ગઠબંધનમાં મતભેદો અને વિભાજન સ્પષ્ટપણે દેખાય છે.