ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુર અને નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા લખીસરાય બેઠક પરથી ચૂંટણી લડશે.
બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેને સિવાન વિધાનસભા બેઠક પરથી ટિકિટ અપાઈ છે. રાજ્યમંત્રી નીતિન નબીન બાંકીપુર અને રેણુ દેવી બેતિયા બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉમેદવારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
તો બીજી તરફ હિન્દુસ્તાની આવામ મોરચા (સેક્યુલર) એ પણ 6 ઉમેદવારોની યાદી જાહેર કરી. જ્યારે મહાગઠબંધનના ઘટક સીપીઆઈ (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશને 18 ઉમેદવાર જાહેર કર્યાં.
Site Admin | ઓક્ટોબર 14, 2025 7:57 પી એમ(PM)
ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
