ઓક્ટોબર 31, 2025 4:30 પી એમ(PM)

printer

ભાજપે બિહાર વિધાનસભાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો – મહાગઠબંધન સહિતના પક્ષોની તડમાર તૈયારીઓ

ભાજપ અને જેડી(યુ)ની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને આજે પટનામાં બિહાર વિધાનસભા ચૂંટણી માટેનો પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જે યુવાનો, રોજગાર, કૌશલ્ય વિકાસ, ખેડૂતો, પછાત વર્ગો, દલિતો અને મહિલાઓના સશક્તિકરણ પર કેન્દ્રિત છે.
તેમાં આગામી પાંચ વર્ષમાં એક કરોડ સરકારી નોકરીઓ અને રોજગારનું નિર્માણ કરવાનું વચન આપવામાં આવ્યું છે. શાસક ગઠબંધને આર્થિક ઉત્થાન પહેલ દ્વારા એક કરોડ મહિલાઓને “લખપતિ દીદી” બનવા સક્ષમ બનાવવાનું પણ વચન આપ્યું છે.
ઢંઢેરામાં ગરીબો માટે 50 લાખ નવા પાકા મકાનો બનાવવા, નબળા જૂથો માટે સામાજિક સુરક્ષા પેન્શન સુનિશ્ચિત કરવા, સરકાર બન્યા પછી રાજ્યના ખેડૂતોને MSP ગેરંટી પૂરી પાડવા સહિતના વચનો આપવામાં આવ્યા છે.
આ સાથે મહાગઠબંધન સહિતનાં અન્ય પક્ષોએ પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી છે.