ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પાયાવિહોણા આરોપો અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો છે. આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા દેશમાં પહેલીવાર નથી થઈ રહી.
આ દરમિયાન, વિપક્ષી સાંસદોએ આજે બિહારમાં મતદાર યાદી સુધારણા સામે સંસદ ભવન સંકુલથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી વિરોધ કૂચ કાઢી હતી. સાંસદો તેને પાછી ખેંચવાની માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને પાર્ટી નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદ પવાર જૂથના વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, ઝારખંડ મુક્તિ મોરચાના નેતા મહુઆ માજી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ’બ્રાયન અને અન્ય નેતાઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન સંસદના ઘણા વિપક્ષી સભ્યોએ બેરિકેડ કૂદીને જવાનો પ્રયાસ કર્યો. કાયદો અને વ્યવસ્થા જાળવવાના પ્રયાસમાં, દિલ્હી પોલીસે કેટલાક સાંસદોની અટકાયત કરી.
Site Admin | ઓગસ્ટ 11, 2025 8:04 પી એમ(PM)
ભાજપે દેશમાં ચૂંટણી પ્રક્રિયા વિરુદ્ધ પાયાવિહોણા આરોપો અને જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ કોંગ્રેસ પર લગાવ્યો
