ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આજે દિલ્હીમાં પક્ષના વડામથકે જણાવ્યું હતું કે બંધારણ મુજબ સામાજીક અને શૈક્ષણિક માપદંડના આધારે અનામત નીતિ ઘડી શકાય છે, ત્યારે કર્ણાટક સરકારનો ધર્મ આધારિત અનામતનો નિર્ણય ગેરબંધારણીય ગણાવી શકાય.