ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 4, 2024 8:00 પી એમ(PM)

printer

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5:30 વાગ્યે મુંબઈના આઝાદ મેદાન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગઠબંધનના અન્ય વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ત્રીજી વખત મહાયુતિના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
મુંબઈમાં આજે મળેલી ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીની બેઠકમાં, તેમને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિધાયક પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા, ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ અને સુધીર મુનગંટીવારે શ્રી ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો.
બેઠકને સંબોધતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના 14 કરોડ લોકોનો અભૂતપૂર્વ જનાદેશ એ પ્રધાનમંત્રીના વિકસીત ભારતના વિઝનમાં લોકોના વિશ્વાસનો સ્પષ્ટ સંદેશ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ડબલ એન્જિન સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે સંપૂર્ણ તાકાતથી કામ કરશે.
ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેમની સરકારની પ્રાથમિકતા લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવાની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ દરેક ક્ષેત્રમાં રાજ્યને ટોચના સ્થાને લાવવા માટે સાથે મળીને કામ કરશે.
દરમ્યાન, ભાજપના દેવેન્દ્ર ફડણવીસ, શિવસેનાના નેતા અને કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવાર સહિતના મહાયુતિના નેતાઓએ આજે મુંબઈમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે મુલાકાત કરી હતી. તેઓએ મહાયુતિના કુલ 237 ધારાસભ્યોની સહીવાળો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.