જાન્યુઆરી 23, 2026 7:55 પી એમ(PM)

printer

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રીએ કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું, તમિળનાડુ સરકાર પરિવર્તન માટે તૈયાર છે. તેમણે DMK સરકાર પર પ્રહાર કર્યા હતા. મદુરન્થ-કમ-માં એક જાહેર સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, રાષ્ટ્રીય લોકશાહી જોડાણ – NDA સરકારે ગત 11 વર્ષમાં તમિળનાડુના વિકાસ માટે 11 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમાં રેલવે પરિયોજનાઓમાં સાત ગણી વૃદ્ધિ, 50 હજાર કિસાન ક્રેડિટ કાર્ડ, છ કરોડ મુદ્રા ધિરાણ અને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ સામેલ છે.