ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હરિયાણાના લોકો ભાજપને વધુ એક વાર સેવા કરવાની તક આપશે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાજપના બૂથ કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે પક્ષ રાજ્યમાં ભ્રષ્ટાચારથી મુક્ત સરકાર ચલાવી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, રાજ્યના યુવાનોને કોઈ પણ ગેરરીતિ આચર્યા વિના રોજગાર મળી રહ્યા છે. આ પ્રસંગે તેમણે કૉંગ્રેસની ટીકા કરતા આરોપ મૂક્યો કે તે જૂથબાજી, આતરિક વિખવાદ અને એકબીજાથી હિસાબ કરવામાં વ્યસ્ત છે. તેમણે દાવો કર્યો કે આવો પક્ષ ક્યારેય પણ હરિયાણાના લોકોનો વિશ્વાસ ન જીતી શકે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.