સપ્ટેમ્બર 16, 2024 2:49 પી એમ(PM) | અમિત શાહ

printer

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે..

ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મૂ કાશ્મીરના પ્રવાસે છે. શ્રી શાહ રામબન, કિશ્તવાડ, પદ્દારમાં પક્ષના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા 20મી સપ્ટેમ્બરે અહીં ચૂંટણી પ્રચાર કરશે.
જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે સમાપ્ત થશે. 18 સપ્ટેમ્બરે મતદાન થશે. સાથે જ ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.