જાન્યુઆરી 19, 2026 9:19 એ એમ (AM)

printer

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રક ભરાશે. ચૂંટણી અધિકારી કે. લક્ષ્મણ દ્વારા જાહેર કરાયેલા મતદાન કાર્યક્રમ મુજબ, બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઉમેદવારીપત્રક ભરી શકાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નવી દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલયમાં યોજાશે.ઉમેદવારી પત્રોની ચકાસણી સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન કરાશે, ત્યારબાદ ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પ્રક્રિયા શરૂ થશે, જે આજે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, જો જરૂર પડે તો, આવતીકાલે મતદાન યોજાશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પક્ષની રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના પ્રતિનિધિઓ ધરાવતી ચૂંટણી મંડળ દ્વારા કરવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.