ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 25, 2024 8:51 એ એમ (AM) | જેપી નડ્ડા

printer

ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના દિલ્લી સ્થિત નિવાસસ્થાને આજે NDAના ટોચના નેતાઓની બેઠક યોજાશે.

ભાજપના પ્રમુખ જેપી નડ્ડાના દિલ્લી સ્થિત નિવાસસ્થાને આજે NDAના ટોચના નેતાઓની બેઠક યોજાશે.
એનડીએ ગઠબંધનના નેતાઓ વન નેશન વન ઇલેક્શન અને વકફ (સુધારા) બિલ, 2024 જેવી મુખ્ય કાનૂની દરખાસ્તો પર સંયુક્ત વ્યૂહરચના ઘડે તેવી શક્યતા છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા છે.
શ્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારનો મુખ્ય સાથી પક્ષ છે. શ્રી નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે રાજ્ય સંબંધિત મુદ્દાઓ પર અલગ-અલગ બેઠકો કરે તેવી શક્યતા છે.