ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાની કામગીરી પૂર્ણ થતાં પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આજે ગાંધીનગરના ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે ભાજપના નવા અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સદસ્યોના પરિણામોની જાહેરાત કરાશે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહેશે.ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે ગઇકાલે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે જગદીશ વિશ્વકર્માની શુભેચ્છા મુલાકાત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 4, 2025 10:25 એ એમ (AM)
ભાજપના નવા અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના સદસ્યોના પરિણામોની જાહેરાત કરાશે
