સપ્ટેમ્બર 26, 2024 2:26 પી એમ(PM) | ભાજપ

printer

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે

ભાજપના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પાર્ટીની સંગઠનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે આજે ઓડિશાની એક દિવસની મુલાકાતે જશે. શ્રી નડ્ડા ભુવનેશ્વરમાં પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે અને સભ્યપદ અભિયાનમાં ભાગ લેશે.
આ પ્રસંગે રાજ્યભરમાંથી વિવિધ જૂથો, સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજરી આપશે. બપોરે ભાજપ અધ્યક્ષ રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને પાર્ટીના અધિકારીઓ સાથે સભ્યપદ અભિયાન અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે ભાજપનું સભ્યપદ અભિયાન આ મહિનાની બીજી તારીખથી શરૂ થયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.