ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 18, 2025 9:22 એ એમ (AM)

printer

ભાગેડુ મેહુલ ચોક્સીના ભારત પ્રત્યાર્પણનો કાયદાકીય માર્ગ મોકળો

બેલ્જિયમની એક કોર્ટે 13 હજાર કરોડના પંજાબ નેશનલ બેંક છેતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. ચોક્સી છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યો છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની પ્રત્યાર્પણ વિનંતી બાદ 11 એપ્રિલે બેલ્જિયમ પોલીસે મેહુલ ચોક્સીની ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે, અને તેના ભાગી જવાના ડરને કારણે તેની ઘણી જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે.હાલની સુનાવણી દરમિયાન, બેલ્જિયમના ફરિયાદીઓએ ભારતના કેસને ટેકો આપ્યો હતો, જ્યારે ચોક્સીની કાનૂની ટીમે આ પગલાનો વિરોધ કર્યો હતો. કોર્ટે પુષ્ટિ આપી હતી કે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર સહિતના તમામ આરોપો પણ બેલ્જિયમના કાયદા હેઠળ માન્ય છે.ચોક્સી પાસે હવે બેલ્જિયમની સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે અપીલ કરવા માટે 15 દિવસનો સમય છે. જો અપીલ નિષ્ફળ જાય અથવા દાખલ ન થાય, તો તેની ભારત પરત ફરવાની પ્રક્રિયા ચાલતી રહેશે.