ઓગસ્ટ 9, 2025 8:37 એ એમ (AM)

printer

ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન આજે દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવોએ દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી છે.રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમના સંદેશામાં કહ્યું કે આ તહેવાર મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવા અને તેમનું સન્માન કરવાના દરેકના સંકલ્પને મજબૂત બનાવે છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ લોકોને એક એવા સમૃદ્ધ દેશનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી જ્યાં દરેક મહિલા સુરક્ષિત અનુભવે અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિયપણે યોગદાન આપી શકે.