ઓગસ્ટ 8, 2025 9:56 એ એમ (AM)

printer

ભાઇ બહેનના અતૂટ બંધનના પર્વ રક્ષાબંધન નિમિત્તે અમદાવાદમાં બહેનો માટે B.R.T.S.ની મુસાફરી નિઃશુલ્ક કરવાની જાહેરાત

અમદાવાદના બીઆરટીએસ દ્વારા ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધન નિમિત્તે બહેનોની મુસાફરી આરામદાયક અને નિઃશુલ્ક બનાવાની જાહેરાત કરવામાં આવી છે.રક્ષાબંધન નિમિતે બહેનો માટે BRTSમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરવામા આવી છે..ભાઈ-બહેનના અભિન્ન પ્રેમ અને જોડાણના પ્રતિકરૂપ આ તહેવાર પર બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમની પાસે જાય છે. તેમના આ અનમોલ યાત્રાને વધુ આરામદાયક અને સરળ બનાવવાના હેતુથી અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા એક સરાહનીય પગલું લેવામાં આવ્યું છે.BRTSમાં રક્ષાબંધનના દિવસે એટલે કે નવ ઑગસ્ટના રોજ સવારના છ વાગ્યાથી રાત્રિના દસ વાગીને 45 મિનીટ સુધી સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે.આ વ્યવસ્થા માત્ર મહિલાઓ માટે જ લાગુ રહેશે. તેમની સાથે મુસાફરી કરતા અન્ય પુરુષો અથવા બાળકો માટે નિયત ભાડું ભરીને ટિકિટ લેવી ફરજિયાત રહેશે.