જાન્યુઆરી 15, 2026 7:08 પી એમ(PM)

printer

ભરૂચ SOG પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી

ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગૃપ – SOG પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, પોલીસે માહિતીના આધારે ST બસ ડેપો પરથી બે લોકોને પકડ્યા હતા. તેમની તપાસ કરતાં એક વ્યક્તિની બેગમાંથી કેફી પદાર્થનો 58 ગ્રામથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને પાસેથી કુલ 11 લાખ 72 હજાર રૂપિયાનો સામાન કબજે કર્યો હતો. જ્યારે કેફી પદાર્થ મગાવનારા વ્યક્તિને વૉન્ટેડ જાહેર કરાયો છે.
આ બંને લોકો વર્ષ 2022માં અંકલેશ્વરની એક બૅન્કમાં 44 લાખ રૂપિયાની લૂંટ અને પોલીસ પર ગોળીબાર કરવાના ગંભીર ગુનામાં પણ પકડાયા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.