ભરૂચ એસ.ઓ.જી પોલીસની ટુકડીએ ગત 48 કલાકમાં 44 બાંગ્લાદેશની નાગરિકની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, આ તમામ વિદેશી નાગરિક વિઝા કે પાસપોર્ટ વગર ભારતમાં વસવાટ કરતા હતા. પોલીસે આ તમામ બાંગ્લાદેશી નાગરિકોને ભરૂચ શહેર, અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારમાંથી પકડી પાડ્યા હતા.પોલીસે અટકાયત કરેલા બાંગ્લાદેશની નાગરિકોમાં 11 પુરુષ, 18 મહિલા અને 15 બાળકનો સમાવેશ થાય છે. આ તમામ લોકોની ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. તેમને ટૂંક સમયમાં અદાલતમાં રજૂ કરાશે.ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ પણ ભરૂચ એસઓજી ટુકડીની પ્રશંસા કરી છે. તેમણે પર જણાવ્યું કેન્દ્રીય ગૃહ વિભાગ સાથે ભલામણ બાદ અટકાયત કરાયેલા લોકોને દેશ નિકાલ કરાશે
Site Admin | જૂન 18, 2025 11:54 એ એમ (AM)
ભરૂચ SOG પોલીસે ગત 48 કલાકમાં 44 બાંગ્લાદેશીઓની અટકાયત કરી