ભરૂચ પોલીસે ઑપરેશન મ્યૂલ હન્ટ હેઠળ સાયબર છેતરપિંડી કરનારા બે આરોપીને પકડ્યા છે. અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે, પાલેજ પોલીસે સાત રાજ્યમાંથી સાયબર છેતરપિંડીમાં 48 લાખ રૂપિયાથી વધુની રકમ મેળવનારા બંને આરોપીને સાંસરોદથી પકડવામાં આવ્યા છે.
પોલીસે પાલેજમાં શરૂ કરાયેલા મ્યૂલ ઍકાઉન્ટ એટલે કે, ગેરકાયદેસર નાણાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતા ખાતાની માહિતી મેળવી. ત્યારબાદ તપાસ કરતા આરોપીઓએ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં સાયબર છેતરપિંડી કરી હોવાનું જણાયું હતું.
Site Admin | જાન્યુઆરી 24, 2026 7:35 પી એમ(PM)
ભરૂચ પોલીસે 48 લાખ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી કરનારા બે આરોપીને પકડ્યા.