માર્ચ 15, 2025 2:07 પી એમ(PM)

printer

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા છે. આમાંથી એક બાળક સહિત ત્રણનાં મૃતદેહ મળી આવ્યાં છે. ભરૂચ જિલ્લાના સમની, દયાદરા, નંદેલાવ, મકતમપુર અને કળોદમાં આ ઘટનાઓ બની છે, જેમાંથી નંદેલાલ, દયાદરા અને સમનીમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે. 
મકતમપુર અને કળોદમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે નંદેલાવ ગામનાં સાત વર્ષીય અને 11 વર્ષીય બાળક ગામનાં તળાવમાં ડૂબી ગયા હતા. ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.