ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 6, 2024 6:49 પી એમ(PM) | અકસ્માત

printer

ભરૂચ જિલ્લાના આમોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ભરૂચ જિલ્લાના આમોદ ગામ પાસે એક ટ્રક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયો છે. આમોદ તાલુકાના આછોદ ગામેથી રોઝા ટંકારીયા ગામ તરફ જતા હતા તે દરમિયાન પુરઝડપે આવતી ટ્રકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. જેમાં ભારત મોહન રાઠોડ ટ્રેકટરની નીચે દબાઈ જતાં સ્થળ ઉપર જ કરૂણ મોત થયું હતું. જયારે ટ્રેક્ટરના ચાલક મુકેશ રાઠોડને ઇજાઓ થઇ હતી. આમોદ પોલીસે ટ્રક ચાલક સામેગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.