અરબી સમુદ્રમાં દબાણના કારણે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ભરૂચ અને સુરત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી અપાઈ છે. આ સાથે જ માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો ન ખેડવા અને સતર્ક રહેવા સૂચના અપાઈ હોવાનું હવામાન ખાતાના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 31, 2025 7:13 પી એમ(PM)
ભરૂચ અને સુરત સહિત અનેક વિસ્તારમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી