નવેમ્બર 12, 2025 3:34 પી એમ(PM)

printer

ભરૂચમાં વાગરા તાલુકાના એક કારખાનામાં બૉઈલરમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ

ભરૂચમાં વાગરા તાલુકાના એક કારખાનામાં બૉઈલરમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે. જ્યારે ત્રણથી વધુ શ્રમિક ગુમ હોવાનું જણાતા તેમની શોધખોળ ચાલી રહી છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, સાઈખા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C.ના એક કારખાનામાં બનેલી ઘટનામાં 24 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ વિસ્ફોટના કારણે આસપાસના ચારથી પાંચ કારખાનાને પણ નુકસાન થયું છે. જોકે, અગ્નિશમન દળ સહિત વહીવટી તંત્રની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.